ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ : પીએમ કિસાન યોજના નો હપ્તો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી એવું ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ ફરીથી શરૂ થયું છે, પીએમ કિસાન યોજનાનો ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. અમુક ટેકનિકલ કારણોને લીધે રજીસ્ટ્રેશન ગયા અઠવાડિયા બંધ કરાયું ગયું હતું. હવે એગ્રીસેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનેકી ખામી દૂર થતા ખેડૂતોની નોંધણી પુનઃ શરૂ કરાય છે……
ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલાના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકની કી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ હતી, જે ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે.
ફાર્મર રજીસ્ટ્રી બાબતે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
અત્યાર સુધીમાં ગુજરાતના 11.57 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરી છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજીસ્ટ્રીમાં પ્રથમ ક્રમાંકે છે.
- અત્યાર સુધીમાં 11.97 લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે.
- ખેડૂતો સેલ પર રજીસ્ટ્રેશન તેમજ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વિનામૂલ્ય ફાર્મર રજીસ્ટરી કરાવી શકશે.
- ખેડૂતોને ખોટી એપ્લિકેશન, લિંક કે માહિતી સંદર્ભે કાળજી રાખવા ખેતી નિયામકની અપીલ.
રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ
ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તારીખ 25.3.2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.
પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે જરૂરી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થી ખેડૂતોને અગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રીક ફરજિયાત પણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ તારીખ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવી હશે તેવા ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે. અન્ય ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજના ના લાભો મળવા પાત્ર થશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર
- ખેતરના 7-12, 8a દાખલા
- પાસબુકની નકલ.
આને પણ વાંચો ચેક કરો તમારા ખાતામાં અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના કેટલા હપ્તા જમા થયા? ચેક કરવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ઓફિસિયલ પોર્ટલ
અગત્યની લિંક
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન રજીસ્ટ્રેશન મોબાઈલ દ્વારા કેવી રીતે કરવું | માર્ગદર્શક વિડિયો |
વારંવાર પૂછાતા પ્રશ્નો
ફાર્મર રજીસ્ટ્રી માટેનું ઓફિસિયલ પોર્ટલ કયું છે?
https://gjfr.agristack.gov.in/farmer-registry-gj
ફાર્મર રજીસ્ટ્રી માટે છેલ્લી તારીખ કઈ છે?
25/03/2025