WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024 : 253 જગ્યાઓ માટે ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી | Central Bank of India Recruiment : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા સ્પેશ્યાલિસ્ટ ઓફિસરની કુલ 253 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી ની રાહ જોતા તમામ ઉમેદવારો માટે આ ખૂબ જ સારા સમાચાર છે, રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતીની અન્ય માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા પગાર ધોરણ મહત્વની તારીખ અને ઓનલાઇન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ અને પ્રોસેસ વગેરેની તમામ જાણકારી નીચે આપેલ છે. આ ભરતી ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી હાઈલાઈટ

ભરતી સંસ્થા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટ સ્પેશિયાલિસ્ટ ઓફિસર
ખાલી જગ્યા253
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 03 ડિસેમ્બર 2014
ઓફિસિયલ વેબસાઈટhttps://www.centralbankofindia.co.in

શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. જે ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા હોય તે પોસ્ટને શૈક્ષણિક લાયકાત ઓફિસિયલ નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત સેક્સન દ્વારા વાંચી શકે છે. શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચો.

વય મર્યાદા

  • સ્કેલ -1 પોસ્ટ માટે: ઉમેદવાર ની ઓછામાં ઓછી 23 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • સ્કેલ -2 પોસ્ટ માટે: ઉમેદવારની ઓછામાં ઓછી 27 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • સ્કેલ -3 પોસ્ટ માટે: ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર ૩૦ વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૮ વર્ષ હોવી જોઈએ.
  • સ્કેલ -4 પોસ્ટ માટે: ઉમેદવારની ઓછામાં ઓછી ઉમર ૩૪ વર્ષ અને વધુમાં વધુ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

સરકારશ્રીના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

અરજી ફી

  • જનરલ, ઓબીસી, EWS – 850/ + GST
  • SC, ST, PWD, ESM, મહિલાઓ – 175/ +GST

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO ) ની આ ભરતી માટે સૌપ્રથમ તમે લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો. ત્યારબાદ લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.

  1. સ્ટેપ -1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.centralbankofindia.co.in/en/recruitments પર જાઓ.
  2. સ્ટેપ -2 : ત્યારબાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તેના ઉપર ક્લિક કરો.
  3. સ્ટેપ -3 : હવે તમારું રજીસ્ટ્રેશન કરી લો અને લોગીન થાઓ.
  4. સ્ટેપ -4 : તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી તમામ માહિતી ભરો.
  5. સ્ટેપ -5 : જરૂરી શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. સ્ટેપ -6 : ઓનલાઇન માધ્યમથી અરજીની ફી ભરો.
  7. સ્ટેપ -7 : અરજી સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ મેળો.

અગત્યની લિંક

ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
Apply Online અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

central bank of india દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે?

  • કુલ 253 ખાલી જગ્યાઓ

ઉમેદવારો ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકે છે?

  • સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

03/12/2024

Leave a Comment